મળેલાંને માણી લઈએ સમજવાની વાત છે.
ન મળેલાંને ભૂલી જઈએ સમજવાની વાત છે.
જરા નજર કરો આસપાસ કેટલા છે દુઃખી,
એની દશાને જાણી લઈએ સમજવાની વાત છે.
ક્યાંક અસંતોષ જ કોરી ખાય છે આપણને,
મોઢે મીઠી વાણી બોલીએ સમજવાની વાત છે.
લઈએ ઉકેલ સમસ્યાનો શાંતિપૂર્ણ રીત થકી,
ના બૂમબરાડા તાણી લઈએ સમજવાની વાત છે.
સાવ નકામું ભણતર આપણું જે સમજ ન આપે,
સ્વજનને કદી પિછાણી લઈએ સમજવાની વાત છે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.