વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરો આ નજીવા ફેરફાર, વેપારમાં થશે ચમત્કારિક ફાયદો
ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તે માટે ઘરમાં ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. દરેક ઘરમાં સવારે અને સાંજે નિયમિત રીતે ઈષ્ટ દેવની પૂજા કરવામાં આવે છે. આ સત્કર્મોથી ઘરમાં સકારાત્મકતા વ્યાપેલી રહે છે. અને ઘરમાં ધન-ધાન્યની ખામી રહેતી નથી.
પરંતુ આ કર્મ માત્ર ઘર પુરતું જ મર્યાદિત રાખવાનું નથી હોતું. આ વાતોનું ધ્યાન વ્યાપાર કે દુકાન જેવી જગ્યાએ પણ રાખવાનું હોય છે. જો આ જગ્યાએ કોઈ દોષ હોય તો તેની સીધી અસર આવક પર પડે છે. તો જાણી લો કે વેપારમાં સમૃદ્ધી લાવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ઓફિસ અથવા દુકાનમાં ઊભા હોય તેવા ગણેશજીનું ચિત્ર લગાવવું જોઈએ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે તેમના બંને પગ જમીનને અડેલા હોય, તેનાથી વેપારમાં સ્થિરતા આવે છે.
– દુકાન અથવા ઓફિસમાં જો શોકેઝ બનાવાના હોય તો તેને ઉત્તર અને પશ્ચિમ દિશામાં રાખવા. તેનાથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે.
– ધનમાં વૃદ્ધી માટે તિજોરી ઉત્તર દિશામાં ખુલે તેમ રાખવી. કારણ કે આ દિશા દેવતાઓના કોષાધ્યાક્ષ કુબેરની દિશા છે.
દુકાનમાં મુખ્ય વ્યક્તિની બેસવાની જગ્યા વાયવ્ય દિશામાં રાખવી
.
– સોના-ચાંદીના વેપારીઓએ દુકાનમાં લાલ અથવા ઓરેન્જ કલરની વસ્તુઓ ન રાખવી.
ટેબલ નીચે જુતા-ચંપલ કે ઝાડુ રાખવામાં આવે તો વેપારમાં ખોટ આવી શકે છે.
– દુકાન કે ઓફિસનો દરવાજો અંદરની બાજુ ખુલે તેમ રાખવો. બહારની બાજુ દરવાજો ખુલતો હશે તો ખર્ચ વધશે.