બાળકોએ કઈ દિશામાં કરવી જોઇએ સ્ટડી, જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો યાદ નથી રહેતું ભણેલું
બાળકોને પરિક્ષામાં સારા માર્ક્સ મળે એ માટે કેટલીક વાસ્તુ ટિપ્સ પણ ધ્યાનમાં રાખવી જોઇએ. વાસ્તુ ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મક ઉર્જા વધારે છે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે તો, બાળકોનું મન ભણવામાં સારી રીતે લાગી સકશે. વાસ્તુમાં સ્ટડી રૂમ માટે કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓને ઘણો લાભ મળી શકે છે. કોલકાતાની વાસ્તુ વિશેષક ડૉ. દીક્ષા રાઠીના જણાવ્યા અનુસાર જાણો સ્ટડી રૂમમાં કઈ-કઈ વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખવું જોઇએ...
સ્ટડીરૂમ માટે ધ્યાનમાં રાખવા જેવી 10 વાસ્તુ ટિપ્સ
1. વિદ્યાર્થીઓએ ઇશાન કોણ (ઉત્તર-પૂર્વ ખૂણો) તરફ મોં રાખી ભણવું જોઇએ.
2. જો આ દિશામાં શક્ય ન હોય તો પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશા તરફ મોં રાખી ભણી શકાય છે.
3 દક્ષિણ દિશા તરફ મોં રાખી ભણવું અશુભ ગણાય છે.
4. સ્ટડી રૂમમાં ચા-પાણી કે નાસ્તો ન કરવો જોઇએ. જો સ્ટડીરૂમમાં ખાવા-પીવામાં આવે તો ત્યાં એઠાં વાસણ બિલકૂલ ન રાખવાં. ભણવા બેસતાં પહેલાં તરત જ સાફ-સફાઇ કરી લેવી.
5. સ્ટડી રૂમમાં પૂર્વ-ઉત્તર તરફ બારી હોવી સર્વશ્રેષ્ઠ ગણાય છે.
6. જો રૂમની છત પિરામિડ આકારની હોય તો સર્વશ્રેષ્ઠ રહે છે. આવા રૂમમાં કરેલી સ્ટડી લાંબા સમય સુધી યાદ રહે છે.
7. સ્ટડી કરતી વખતે આસપાસનું વાતાવરણ શુદ્ધ હોવું જોઇએ. વાતાવરણ સુગંધિત હોવું જોઇએ. રૂમમાં કોઇપણ જાતની દુર્ગંધ ન હોવી જોઇએ.
8. સ્ટડી ટેબલ પર માત્ર જરૂરી સામાન જ હોવો જોઇએ. બીનજરૂરી સામાનને તરત જ ત્યાંથી દૂર કરવો, નહીંતર ભણતી વખતે મન ભટકી શકે છે.
9. ભણવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત છે. સૂર્યોદય પહેલાં એટલે કે સવારે 4:30 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ભણવાથી વધારે ફાયદો થાય છે. રાત્રે મોડે સુધી ભણવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
10. સ્ટડી ટેબલ પર માતા સરસ્વતી, ગણપતિ કે પ્રિય દેવી-દેવતાની તસવીર લગાવી શકાય છે. સ્ટડી રૂમમાં એવી તસવીર કે ફોટો હોવો જોઇએ, જે ભણવા સાથે સંબંધિત હોય. પ્રેરક તસવીર પણ લગાવી શકાય છે. નકારાત્મક વિચારોવાળી તસવીર, ફિલ્મી તસવીર, પ્રેમ સંબંધિત તસવીર ન લગાવવી જોઇએ.