Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Aware To Do Wrong The Things Because One Magical Thing Is Around Us

ગ્રંથઃ આપણી આસપાસે રહે છે આ અદ્રશ્ય શક્તિ, ખોટા કામ કરતા પહેલાં ચેતજો!

ધર્મગ્રંથો પ્રમાણે મનુષ્યના દરેક સારા-ખરાબ કર્મોનું ફલ તેને સ્વર્ગ કે નરકમાં પ્રાપ્ત થાય છે. આ સારા ખરાબ કર્મોનો હિસાબ યમલોકમાં ચિત્રગુપ્તની પુસ્તકમાં અંકિત કરવામાં આવ્યો છે. આ વાતો તો લગભગ બધા જાણે છે, પરંતુ એ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે મનુષ્યો દ્વારા કરવામાં આવેલ સારા-ખરાબ કર્મો વિશે ચિત્રગુપ્તને કોણ કહે છે?

ગરુડ પુરાણમાં આ વિશે બતાવ્યું છે. તે પ્રમાણે દરેક મનુષ્યની આસપાસ શ્રવણ કુમાર ગણ રહે છે, તેઓને કોઈ જોઈ નથી શકતા. શ્રવણ નામના દેવતા બ્રહ્માજીના પુત્ર છે. આ સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળલોક વગેરેમાં ભ્રમણ કરે છે અને મનષ્યના સારા-ખરાબ કર્મોને જુએ છે.

શ્રવણ નામના ગણ ચિત્રગુપ્તને મનુષ્યના કર્મો વિશે કઈ રીતે બતાવે છે તે જાણવા માટે આગળ

ગરુડ પુરાણ પ્રમાણે જ્યારે યમદૂત કોઈ આત્માને યમલોકમાં લઈ જાય છે તો સૌથી પહેલા તેઓ યમપુરીના દ્વાર ઉપર સ્થિત દ્વારપાલને તેની સૂચના આપે છે. દ્વારપાલ ચિત્રગુપ્તને બતાવે છે અને ચિત્રદુપ્ત જઈને યમરાજને કહે છે.

-ત્યારે યમરાજ ચિત્રગુપ્તને તેની પાપાત્માના સારા-ખરાબ કર્મોનો હિસાબ પૂછે છે. ત્યારે ચિત્રગુપ્ત શ્વણ નામના ગણો પાસેથી પાપાત્માના વિષયમાં જાણકારી આપે છે. શ્રવણ નામના દેવતા બ્રહ્માજીના પુત્ર છે. તેઓ સ્વર્ગ, મૃત્યુલોક, પાતાળલોક વગેરેમાં ભ્રમણ કરે છે અને મનુષ્યાન સારા-ખરાબ કર્મોને જુએ છે.

-શ્રવણ નામના દેવતા દૂર સ્થિત વસ્તુઓને પણ પ્રત્યક્ષ રૂપમાં જોઈ શકે છે અને તેઓ સાંભળી શકે છે. એટલામ ટે તેમનું નામ શ્રવણ રાખવામાં આવ્યું છે. તેમની સ્ત્રિઓ પણ શ્રવણી નામે જ પ્રસિદ્ધ છે. આ સ્ત્રીઓ પણ મહિલાઓના ચરિત્રોને સારી રીતે જાણે છે.

-આ સંસારમાં જે પ્રાણી સારા કે ખરાબ કર્મ બધાની સામે કે ગુપ્ત રીતે કરે છે, તેને શ્રવણ નામના દેવતા ગણ ચિત્રગુપ્તને કહે છે અને સ્ત્રિઓના ચરિત્રને શ્રવણગણની શ્રવણી નામની સ્ત્રીઓ ચિત્રગુપ્તને કહે છે.

શ્રવણ અને શ્રવણી આ બધા ધર્મરાજના દૂત છે. તેઓ પ્રાણીઓના મન અને વચનથી કરવામાં આવેલા સારા-ખરાબ કર્મોને જાણે છે. મનુષ્ય અને દેવતાઓના તત્વોને જાણવાની શ્રવણ દેવતાઓમાં શક્તિ છે. તે સત્યવાદી શ્રવણ મનુષ્યમાત્રના કરેલા બધા કાર્યોને ચિત્રગુપ્તને બતાવે છે.

-વ્રત, દાન, સત્યપાલન વગેરેથી કોઈપણ પુરુષ શ્રવણને પ્રસન્ન કરવા તો શ્રવણગણ તે મનુષ્યને સ્વર્ગ તથા મોક્ષ આપનારા હોય છે. સત્ય બોલનારને ધર્મરાજને શ્રવણ પાપી પુરુષોને પાપની જાણકારી યમરાજને કહી દે છે, તેની ઉપર વિચાર કર્યા પછી જ યમરાજ પાપીઓને દંડ આપે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now