Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ એક ટોટકાને એક મહિના સુધી કરો થઈ જશો માલામાલ

એવું કોણ હશે જેને પૈસાની જરૂર નહોય. આ માટે અલગ અલગ મહેનત કરવા છતા કેટલાકને જલ્દી સફળતા મળે છે તો કેટલાક આજીવન કાળી મજૂરી કરે તો પણ તેને સફળતા મળતી નથી ક્યારેક ક્યારેક વ્યકિત ખુબજ મહેનત કરે તો પણ તેને સફળતા મળતી નથી. શું તમે વિચાર્યુ છે કે મહેનત અને કિસ્મત એક સાથે સાથ આપશે તો શું થાય આજે અમે તમારા માટે આવો જ એક ટોટકો લઈને આવ્યા છીએ જેને તમે અજમાવી જૂઓ પછી જૂઓ તમારી તમામ સમસ્યાઓ દૂર થશે. તમારી સુતેલી કિસ્મતને જગાડો.

કાળા મરી અને મીઠાનો ટોટકો

આ ખાસ ઉપાય માટે તમારે કેટલીક ખાસ સામગ્રીઓ લાવવાની જરૂર નથી તમારે ફક્ત એક ચમચી મીઠું, ચાર લવિંગ અને ચાર કાળી મરીના દાણા લાવવાના છે. આ તમામને એક સાથે બાંધીને રાખો આ માટે તમે કાળો સ્વચ્છ રૂમાલ કે કપડાનો ઉપયોગ કરી શકો છો. આ પોટલીને એક કાળા દોરા વડે બાંધી લો.

દિવસના સમયે જ્યારે તમે શાંતચીત હો ત્યારે તમારા આરોગ્યના દેવતાનું ધ્યાન કરતા કરતા આ પોટલીને ઈશ્વરનું ધ્યાન ધરીને આખા ઘરમાં ફેરવો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેને ટોયલેટ કે બાથરૂમમાં ન લઈ જાઓ. ત્યારબાદ તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે અંદરના ભાગે બાંધી દો.

આ ઉપાય કરો ત્યારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો જેમકે આ પોટલી જ્યારે બાંધો કે ઘરમાં ફેરવો ત્યારે કોઈ સાથે કોઈ વાત ન કરો. આ પોટલી ઘરની અંદર મુખ્ય દરવાજે આવે તે રીતે બાંધો.
આ ઉપાય એટલો કારગત છે કે તમે આને ફક્ત એક મહિનો કરશો તમને ખુદને તેનું પરિણામ દેખાશે. તમારી ધન સંબંધી સમસ્યાઓ જ નહી પણ માનસિક શાંતીની અનુભૂતિ થશે. પ્રસન્ન ચિત્તના કારણે મન પર કાબૂ મેળવી મનગમતું પરિણામ મેળવી શકશો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309977
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now