Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ન્યાય,નીતિ અને ધર્મના આચરણથી દીપે છે જીવન.
પરાવાણી હરવખ્ત મુખે ઉચ્ચારવાથી દીપે છે જીવન.

ઈશ્વરની અખૂટ કરુણા કે માનવદેહ મળ્યો છે આપણે,
એનો એ અનુગ્રહ ધ્યાનમાં રાખવાથી દીપે છે જીવન.

ધર્મથકી જ જુદા પડીએ છીએ આપણે પશુ કરતાંને,
સદાચાર જીવનમાં હંમેશાં કેળવવાથી દીપે છે જીવન.

કર્તવ્ય માનવ જીવનનું કૈંક કરી છૂટીએ પરોપકારથી,
વર્તનમાંથી દુરાચારને સદાય વિદારવાથી દીપે છે જીવન.

પ્રાર્થીએ પરમેશને પ્રેમથી સદવિચાર આપજો પ્રભુ,
જનસેવાને પ્રભુસેવા માનીને વર્તવાથી દીપે છે જીવન.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111309491
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now