ભૂલથી પણ ‘શનિદેવ’ની પૂજા કરતી વખતે ન કરશો આ કામ થઈ જશો બરબાદ
શાસ્ત્રો અનુસાર તમામ નવ ગ્રહોની માનવ જીવન પર કેવી કેવી અસર પડે છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. નવગ્રહનો કેવો પ્રભાવ પડશે આ તમામ બાબતો વ્યક્તિની કુંડળીને જોઈને થઈ શકે છે. સૌરમંડળના આ ગ્રહ પોત-પોતાના સ્વભાવ અનુસાર મનુષ્ય પર પ્રભાવ પાડે છે. ક્રૂર અને પાપી ગ્રહ જ્યાં પોતાના સ્વભાવ અનુસાર પ્રભાવ પાડશે તો એજ રીતે સામા પક્ષે શુભ ગ્રહ સારૂ પરિણામ આપે છે.
આજ નવગ્રહોમાંના એક એવા શનિદેવ જેના પર ખુશ થાય છે તે રાશિને રાતોરાત માલામાલ કરી દે છે તેમજ જેના પર ક્રોધે ભરાય છે તેને પાયમાલ કરી રસ્તા પર લાવી દે છે. શનિદેવની વાત કરીએતો તે પાપી અને ક્રૂર બંને પ્રકારના દેવ માનવામાં આવે છે. આ જ કારણે મોટાભાગે શનિદેવના નામ માત્રથી આપણે ભયભીત થઈ જઈએ છીએ. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે શનિદેવને હંમેશા પ્રસન્ન રાખવા જોઈએ. તેમને જરાપણ નારાજ કરવામાં આવે તો તે ભયંકર તબાહ કરી દેશે.
ત્રાંબાના વાસણ
સામાન્ય રીતે આપણે કોઈ પણ પૂજા કરીએતો ત્રાંબા-પીતળની ધાતુની પૂજાના વાસણો વાપરીએ છીએ. પણ શનિદેવની પૂજા કરતી વખતે ક્યારેય પણ ત્રાંબાના વાસણનો પ્રયોગ કરવો જોઈએ નહી. આનું કારણ એ છે કે ત્રાંબાનો સીધો સંબંધ સૂર્યદેવ સાથે છે અને સૂર્યદેવના પુત્ર હોવા છતા શનિદેવને પરમ શત્રુ માનવામાં આવે છે. તેમની પૂજામાં હંમેશા લોખંડના વાસણોનો પ્રયોગ કરવો જોઈએ.
લાલ રંગ
શનિ દેવની પૂજામાં ક્યારેય પણ લાલ રંગના ફૂલો કે પછી લાલ કપડાનો ઉપયોગ કરવો જોઈએ નહી. કેમકે લાલ રંગને મંગળનો પરિચાયક માનવામાં આવે છે. મંગળ શનિનો શત્રુ ગ્રહ છે. કોશિશ કરજો કે તેમની પૂજામાં લાલ કલરનો ઉપયોગ ન થાય.
પશ્ચિમ દિશા
શનિ દેવને પશ્ચિમનો સ્વામી માનવામાં આવે છે, જ્યારે પણ તમે શનિ દેવની ઉપાસના કરો તમારૂં મોં પશ્ચિમ દિશામાં જ હોવું જોઈએ. આનાથી તમને ચોક્કસ લાભ મળશે.
આંખોમાં જોવુ
ક્યારેય પણ શનિદેવની મૂર્તીની સામે ઉભા રહી તેમની આંખોમાં આંખો નાંખી જોવું ન જોઈએ. આવું કરશો તો શનિદેવની નજર સીધી તમારા પર પડશે અને તમે તેમના કોપના શિકાર થઈ જશો.
ગંદકી
શનિદેવને ગંદકીથી ખુબજ અણગમો છે ક્યારેય પણ તેમની પૂજા વખતે ગંદા કે મેલા કપડા પહેરવા જોઈએ નહી. આવુ કરશો તો શનિદેવના કોપનો ભોગ બનશો.
કાળા તલ અને ખીચડી
પ્રત્યેક શનિવારે શનિદેવને કાળા તલ અને ખીચડીનો ભોગ ધરાવવો જોઈએ. આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.