Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવા લોકોનું ધન જેલખાનામાં, પાગલખાનામાં કે પછી દવાખાનામાં થઈ જાય છે બરબાદ

હિન્દુ શાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર ધન, સંપત્તિમાં બરકત લાવવા માટે કેટલાક ખાસ નિયમો આપવામાં આવ્યા છે. જો આ નિયમોનું યોગ્ય પાલન ન થાય તો આવા લોકોનું ધન કારાવાસ, પાગલખાનું કે પછી દવાખાનામાં જાય છે. આ બધામાં જો બરબાદ ન થાય તો પછી ચોરી થઈ જાય છે. અથવા તો ઉધાર આપેલા નાણા ક્યારેય પરત મળતા નથી. તો આજે તમને જણાવીશું કે આવા ક્યા છે શાસ્ત્રોમાં આપેલ નિયમ.
જ્યાં મદિરાનું સેવન થાય છે, સ્ત્રીનું અપમાન થાય છે, દેવી દેવતાઓનું અપમાન થાય છે, તામસિ ભોજન અને અનૈતિક કૃત્ય થાય છે, તેમનું ધન વ્યર્થ જાય છે. આ સિવાય જે લોકો વ્યાજનો ધંધો કરે છે તેમને પણ આવું જ ગંભીર નુકસાન થાય છે કેમકે જે લોકો વ્યાજવટાવનો ધંધો કરતા હોય છે તેઓ બીજાની જીંદગીને હરામ કરી દેતા હોય છે આથી આવા લોકોના નિસાસા સાપડે છે.

ઘરમાં સતત ક્રોધ કલેશનું વાતાવરણ રોવા-ધોવાનું સતત ચાલુ હોય ત્યાં ઐશ્વર્યનો નાશ થાય છે. આવા ઘરમાં ક્યારેય લક્ષ્મીજીનો વાસ થતો નથી. અંદરોઅંદર પ્રેમભાવ રાખવાથી એક બીજાનું સન્માન રાખનવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. પરિવારમાં પ્રેમભાવ વધતા સકારાત્મક ઉર્જાનું સંચાલન થાય છે.

પત્ની અને પુત્રી લક્ષ્મી સ્વરૂપ હોય છે તેમનું ભૂલથી પણ અપમાન કે તિરસ્કાર કરવો જોઈએ નહી. અશુભ કે કટુ વચનો કહેવા જોઈએ નહી. માંને સાક્ષાત દેવી પાર્વતીનું રૂપ માનવામાં આવે છે તેમનું સન્માન જાળવવું જોઈએ. પત્ની અને પુત્રીને સુખી ન કરો તો તમે ક્યારેય સુખી નહી રહી શકો. પાપકર્મ કરશો તો તમારી ઘરની બરકત જતી રહેશે. ભૂલથી પણ પત્નીને અપમાનીત ન કરો. આવુ થાય ત્યારે તેને વસ્ત્ર આપીને મનાવી લો.

અગ્નિ, દક્ષિણ એને નૈઋત્યમુખી મકાનમાં ન રહો. ઘરની સાફ સફાઈ ખાસ કરો. સામાનને વ્યવસ્થિત ગોઠવેલો રાખો. ઘરના રંગરોગાનને એવો રાખો જે આંખોને ઠંડક આપે. ઘરના તમામ ખુણાઓને સાફ રાખો. માની કૃપા ઉતરશે, ઘરમાં સીડીઓને પૂર્વથી પશ્ચિમ કે દક્ષિણ તરફ બનાવો. ક્યારેય પણ ઉત્તર-પૂર્વમાં સીડીઓ ન રાખો.

બાથરૂમને ક્યારેય ભીનો ન રાખો તેનાથી આર્થિક સંકટ આવે છે. પ્રયોગ કર્યા પછી કપડાને સુકવીને જ રાખો. ક્યારેય પણ બ્રહ્મમૂહુર્તમાં કે સંધ્યાકાળે સાવરણીથી કચરો ન સાફ કરો. કરોળીયાના ઝાળાને ઘરમાં ન થવા દો. છત પર ભારે સામાન ન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૂજાઘર રાખો.

જમ્યા પછી પાણી પીવાના પણ હિંન્દુ નિયમોમાં પાલન કરવાનું જરૂરી છે. ભોજનની થાળી હંમેશા પાટ, ચટાઈ, ટેબલ પર સમ્માન સાથે રાખો. જમવાની થાળીને ક્યારેય હાથથી ન પકડો. આવું કરશો તો જમવાનું પ્રેત ભોજન બની જશે. જમવામાં વચ્ચે પાણી ન પીવું જોઈએ. રાત્રીના સમયે ભાત, દહી ન ખાવા જોઈએ. દિવસ, નક્ષત્ર, તિથિ અનુસાર શું કરવું શું ન કરવુ તેનું પાલન કરવું જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309436
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now