Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાસ્તુ ટિપ્સ: અભ્યાસમાં બાળકનું ધ્યાન કેન્દ્રિત થાય તે માટે શું કરવું?

શું તમારા બાળકો અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા? આ સમસ્યા આજે ઘણા બધા ઘરોમાં દેખાઈ રહી છે. તો ચાલો જાણીએ કે ભારતીય વાસ્તુ નિયમો તેના માટે કયા કારણો દર્શાવે છે?

1. પશ્ચિમ મુખી બેઠક વ્યવસ્થાથી વિચારો વધારે આવે.

2. વાયવ્યમાં અયોગ્ય બેઠક વ્યવસ્થા મનને ચંચળતા આપે.

3. નૈરુત્યમાં દક્ષિણમુખી બેઠક વ્યવસ્થા અકળામણ આપે.

4. અગ્નિમાં દક્ષિણમુખી બેઠક વ્યવસ્થા અન્ય વિષયો તરફ ધ્યાન ખેંચે

5. ઉત્તરમાં પશ્ચિમ મુખી વ્યવસ્થા વસ્તુ કેન્દ્રિત વિચારો વધારે.

6. બ્રહ્મમાં વાંચવાની વ્યવસ્થા ધાર્યા પરિણામો ન આપે.

7. પશ્ચિમમાં બેઠક વ્યવસ્થા અભ્યાસ સિવાયની જવાબદારીઓમાં મન લગાડે.

8. નૈરુત્યમાં પશ્ચિમ મુખી વ્યવસ્થા નકારાત્મક વિચારો વધારે.

9. દક્ષિણમાં દક્ષિણમુખી વ્યવસ્થા ગુસ્સો વધારે. તેથી અભ્યાસમાં મન ન લાગે.

સાચા અભ્યાસ માટે જેતે વિષયને અનુરૂપ બેઠક વ્યવસ્થાની વાત ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં સુંદર રીતે કહેવામાં આવી છે. જેના થકી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ પ્રબળ બને છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309434
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now