માં લક્ષ્મીના આ પ્રતીક વધારશે ઘરની શોભા અને ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા
વર્તમાન સમયમાં જીવનમાં ધનનું સ્થાન ઘણું મહત્વપુર્ણ છે. ધનના મહત્વને ઋષિઓએ પણ સ્વીકાર્યું છે. જો કે નીતિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયપૂર્વક ધન ઉત્પાદિત કરવું જોઇએ. ન્યાયપૂર્વક અર્જીત કરેલા ધનથી વ્યક્તિનું કલ્યાણ થાય છે. તેથી મહેનતથી અને યોગ્ય માર્ગ પર ચાલીને ધનનું ઉપાર્જન કરવું જોઇએ. આ કામ કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને કરવાથી પણ વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે.
લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય
શ્રીસુક્ત લક્ષ્મીજીની પ્રાર્થના છે. આદ્યગુરુ શંક્રાચાર્યએ શ્રી સૂક્તની પ્રશંસા કરતા તેને લક્ષ્મીના પ્રાણ તથા શ્રીયંત્રને લક્ષ્મીનું શરીર કહેલ છે. શ્રીયંત્ર સાક્ષાત લક્ષ્મીનું પ્રતીક છે. આ યંત્ર આર્થિક પ્રગતિમાં સહાયક બને છે. શ્રીયંત્ર 272 પ્રકારના હોય છે. તેમાં સૌથી શ્રેષ્ઠ સ્ફટિકથી નિર્મિત હોય છે. જે ઘરમાં સ્ફટિક શ્રીયંત્ર સ્થાપિત હોય છે ત્યાં વાસ્તુદોષનું નિવારણ પણ થઈ જાય છે અને પરિવારમાં સમૃદ્વિ આવે છે. કેવી રીતે કરવી શ્રીયંત્રના પ્રયોગ જાણો હવે.
શુભ સમયમાં શ્રીયંત્રની પૂજા કરી સ્થાપના કરવી જોઇએ. સ્ફટિક, ચાંદી અથવા તાંબાના શ્રીયંત્રની સ્થાપના ઘરમાં કરવી જોઈએ.
પુષ્ય નક્ષત્ર જે રવિવારે આવે તે રવિવારે બહેડાના મૂળનો એક ટુકડો લાવી તેની પૂજા કરવી. પૂજા પછી તેને લાલ કપડામાં બાંધી અને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કરવાથી ધન વૃદ્વિના યોગ સર્જાય છે.