ભુલથી પણ ન કરો બીજાની આ 5 વસ્તુના ઉપયોગ, બની શકે છે અશુભ
ઘણીવાર જીવનમાં દરરોજ કેટલીક નાની મોટી ભુલો કરીએ છીએ જેનો અંદાજ આવતો નથી. આ ભુલો ભવિષ્યમાં ઘણી રીતની સમસ્યાઓ લાવી શકે છે. એવું ઘણીવાર થાય છે કે અમે કોઇ બીજાની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ જે વાસ્તુશાસ્ત્રમાં સારૂ માનવામાં નથી આવતું. બીજાની કેટલીક વસ્તું એવી હોય છે જેનોઉપયોગ કરવાથી તમારા માટે દુર્ભાગ્ય અને આર્થિક સમસ્યાનું કારણ બની શકે છે.
ઘણાં લોકોને કાંડામાં ઘડિયાર પહેરવાનો શોખ હોય છે અને પોતાના આ શોખને પગલે લોકો કોઇ બીજાની ઘડિયાળ પહેરતા પણ અચકાતા નથી. એવું કરવું વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે, કારણ કે એવું બની શકે છે કે તમે કોઇ પણ ઘડિયાળ પહેરી રહ્યા છો તો તેમનો ખરાબ સમયની અસર તમારા પડી શકે છે.
બીજાના કપડા માંગીને પહેરવાથી પણ વાસ્તુશાસ્ત્રની નજરમાં ખરાબ માનવામાં આવે છે તે તમારા માટે દુ:ખી અને પરેશાનીનું કારણ બની શકે છે એટલા માટે ભૂલથી પણ કોઇ બીજાના કપડા ન પહેરવા જોઇએ.
કોઇ અન્ય વ્યક્તિના બેડનો ઉપયોગ કરવાને પણ અશુભ માનવામાં આવે છે એવું કરવાથી તમારી ઉપર નકારાત્મક ઉર્જા પ્રબળ થઇ જાય છે જેથી આર્થિક નુકસાન થાય છે.
જેવી રીતે આરોગ્યની દ્રષ્ટિએ બીજાના રૂમાલનો ઉપયોગ કરવો તમારા માટે સારું ગણાતું નથી. એ જ પ્રકારે વાસ્તુશાસ્ત્રમાં કોઇ અન્યના રૂમાલનો ઉપયોગ કરવાથી હંમેશા ધનમાં નુકસાન પહોચવાની સંભાવના રહે છે.