Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિવસ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યુ ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાનો રહસ્ય શું છે?

મહાભારત અધર્મ પર ધર્મની જીતનો ગ્રંથ છે. તેમાં જણાવેલી વાતોનું ધ્યાન રાખવા પર આપણે અનેક મુશ્કેલીથી બચી શકીએ છીએ. એક દિવસ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યુ કે ઘરમાં સુખ-સમૃદ્ધિ બનાવી રાખવાનો રહસ્ય શું છે, તેના માટે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે શ્રીકૃષ્ણે ઘણી બધી વાતો જણાવી હતી. આ વાતોમાં કેટલીક વસ્ચુઓ એવી જણાવી હતી જે આપણે ઘરમાં કાયમ રાખવી જોઈએ. જાણો આ વસ્તુઓ કઈ-કઈ છે-

પહેલી વસ્તુ છે ચંદન

ચંદન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેની ખુશ્બૂથી વાતાવરણની નકારાત્મક ઊર્જા ખતમ થઈ જાય છે. બધા જ દેવી-દેવતાઓની પૂજામાં પણ ચંદનનું વિશેષ મહત્વ છે. ચંદનનો તિલક લગાવવામાં આવે છે. તેના તિલકથી મનને શાંતિ મળે છે. ચંદન કાયમ ઘરમાં રાખવું જોઈએ, કારણ કે દરરોજ પૂજા કરતી વખતે દેવી-દેવતાઓને ચંદન અર્પિત કરવું જોઈએ.

બીજી વસ્તુ છે વીણા

બુદ્ધિ અને શિક્ષાની દેવી સરસ્વતીનું પ્રિય વાદ્ય યંત્ર છે વીણા. વીણા ઘરમાં રાખશો તો સરસ્વતીની કૃપાથી બધા જ સભ્યોની બુદ્ધિનો વિકાસ થશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળશે.

ત્રીજી વસ્તુ છે ઘી

ઘરમાં ઘી કાયમ રાખવું જોઈએ અને નિયમિતપણે તેનું સેવન કરતા રહેવું જોઈએ. ઘીથી શક્તિ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. ઘરમાં રોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. પૂજામાં પણ ઘીનું મહત્વ છે. તેના કારણે ઘીને ફરજિયાત રૂપથી ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘીનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

ચોથી વસ્તુ છે મધ

વાસ્તુની માન્યતા છે કે ઘરમાં મઘ રાખવાથી વાસ્તુના અનેક દોષ શાંત થઈ જાય છે. સાથે જ, પૂજનમાં પણ મધ જરૂરી હોય છે. આ બધા જ દેવી-દેવતાઓને અર્પિત કરવામાં આવે છે. જે ઘરમાં રોજ પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં મધ કાયમ હોવું જ જોઈએ

પાંચમી વસ્તુ છે પાણી

ઘરમાં કાયમ શુદ્ધ પાણી ભરેલું હોવું જોઈએ. જ્યારે પણ કોઈ મહેમાન આવે તો સૌથી પહેલા તેને પીવા માટે ઠંડું પાણી જરૂર આપવું જોઈએ. તેનાથી કુંડળીના અનેક દોષ દૂર થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111308545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now