Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરની લક્ષ્મી એવી ગૃહિણી જ જો કરી બેસે આ ભૂલ તો થઈ જશો તબાહ, દુર્ભાગ્ય ક્યારેય પીછો નહીં છોડે

ઘરમાં સુખ-શાંતિ રહે તેવી ઈચ્છા કઈ વ્યક્તિ ન રાખતી હોય. આ ઈચ્છા પૂરી થાય તે માટે લોકો ઘરમાં પૂજા-પાઠ, વાસ્તુના નિયમોનું પાલન, તંત્ર મંત્રના ટોટકા પણ કરતા હોય છે. વ્યક્તિ તેના રોજિંદા વ્યવહારની કેટલીક આદતોને બદલી દે તો પણ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે છે.

રોજ ઘરમાં થતી પૂજા ઉપરાંત આ વાતોનું ધ્યાન રાખશો તો પણ માનસિક શાંતિની અનુભૂતિ થવા લાગશે. ઘરમાં રહેલી સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે કેટલાક જીવનના સાદા નિયમો જો અનુસરવામાં ન આવે તો જીવન બરબાદ થઈ જાય છે. માટે તમે પણ સમજી લો કે આ ભૂલ ક્યારેય ન કરવી.

રાત્રે એઠાં વાસણો ક્યારેય રાખી ન મુકવા, અનિવાર્ય સંજોગો હોય તો તેને પાણીથી સાફ કરીને રાખવા જોઈએ. સંધ્યા સમયે જ્યારે ઘરમાં દીવો કરો ત્યારે જમવું કે નહાવું નહીં. સાંજના સમયે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધૂપ અથવા કપૂર પ્રજ્વલિત કરવું. સંધ્યા ટાણે અને ગોધુળી વેળાએ સુવુ નહી.

ઘરમાં કાંટાળા ઝાડ ન રાખવા. રસોડામાં આગ્નિ અને પાણી સાથે ન હોય તેનું ધ્યાન રાખવું. ભગવાનનો દિવો જરૂરથી કરવો. ક્યારેય આરતી ના દિવાને મોંઢેથી ન ઠારવો.

ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે. ઘરના ઇશાન ખૂણામાં એટલે કે ઉત્તર-પૂર્વ દિશાને હંમેશા સ્વચ્છ અને ખુલી રાખવી. ત્યાં વધારાની વસ્તુઓ કે ભંગાર એકઠો ન કરવો. રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. જમતી વખતે મુખ પણ પૂર્વ દિશા તરફ રાખવાથી વધારે લાભ મળે છે.

સાંજના સમયે ઘરની બહાર કચરો ન મુકવો. સાવરણીને પગ ન અડે તેની ખાસ કાળજી રાખવી. ખોટો ભંગાર ઘરમાં ન ભરવો તેનાથી મોટું નુકસાન થાય છે. ઘરની તિજોરી પર વધારાનો સામાન કે વજન ન મુકવો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111307824
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now