Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસીખુશી દરરોજ હોતી નથી જિંદગીમાં.
હરપળે સુખની ખોજ હોતી નથી જિંદગીમાં.

ડગલેને પગલે આવતાં પરિવર્તનો અકળાવે,
પ્રતિદિન આપણી મોજ હોતી નથી જિંદગીમાં.

દુઃખ પછી સુખનું આવવું નક્કી જ સમજવું,
કેવળ સંમુખ દુઃખની ફોજ હોતી નથી જિંદગીમાં.

હસી લેવું પરિસ્થિતિને છે શાણપણ આપણું,
હર આફત હરવખ્ત બોજ હોતી નથી જિંદગીમાં.

ન મળે મનભાવન તો નિરાશા ઘેરી લેતી કદીક,
દરેક સમે ગાંગુતેલીને ભોજ હોતી નથી જિંદગીમાં.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111307625
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now