Gujarati Quote in Poem by Brijesh Shanischara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

। | અફસોસ | ।

મળી ગયાં શબ્દો પણ...
આકાર આપવાનું રહી ગયું...!
બીજાંને કહેતો રહ્યો ને...
ખુદને જગાડવાનું રહી ગયું...!

રચ્યોપચ્યો રહ્યો...
માયા, મમતા'ને લોભમાં
બધાંની ઓળખાણો કાઢી
આત્માને ઓળખવાનું રહી ગયું...!

દોડતો રહ્યો છું
રાત દિ' સદા સ્વાર્થ માટે...
પરમાર્થ જ પાર પાડશે
એ વાત જાણવાનું રહી ગયું...!

બધાં સંબંધ છે
જન્મથી મૃત્યુ સુધીનાં...
ખબર હોવાં છતાં
મનને સમજાવવાનું રહી ગયું...!

અંધ બની ભાગતો રહ્યો
ધન પાછળ, અસંતુષ્ટ સદા...
માયા માટી છે ખબર હતી
છતાં ચેતવાનું રહી ગયું...!

પજ્યા ઘણાં મેં દેવ
પથ્થર તણાં ચારેકોર...
હ્રદયમાં બેઠેલાં ઈષ્ટદેવ
સામે જોવાનું રહી ગયું...!

અંતે એક વાતનો
અફસોસ રહી ગયો જીવનમાં
આવ્યાં હતાં માનવ દેહમાં 'ને...!
માણસ બનવાનું રહી ગયું...!

Gujarati Poem by Brijesh Shanischara : 111307613
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now