પરોઢિયે ઉઠતાવેંત મૂરત તેની ભાળુ,
તેનો પાલવ પકડી પાછળ પાછળ ચાલુ....
દુનિયાભર ના ઝઘડા ને વાતો ભેગી કરી,
ફરિયાદોને સઘળી મારી તેની પાસે રાખું...
રસભરી તો કેટલીએ વાનગીઓ ચાખુ તોય,
તેના હાથની રોટલી ને ઝટદઇ પુરી કરુ....
સપનાંઓ પૂરા કરવા ભવ આખામાં ભટકયા પછી,
અંતે તેના ખોળામાં ચિંતાઓ ને દૂર કરુ.....
Thank you બા
દીપ્તિ ઠક્કર ' માહી '