કદાચ સ્વર્ગથી ઊતરીને એ આવી હશે - " ચા"
તેથી જ હરકોઈને હંમેશાં એ ફાવી હશે.- " ચા"
શરુઆત દિવસની છે એ કરનારી માતૃસમી જે,
સુસ્તીને ઊંઘ રાત્રી તણી એ ઉડાડી હશે - " ચા"
કોઈ કામનો શુભારંભ એના થકી જ થનારોને,
જોમજુસ્સો તનબદનમાં એ લાવી હશે- " ચા"
કડક, મીઠી, મંદને માફક એના હોય છે પ્રકારો,
પૂર્વકાલે કોઈએ રખે મનુજને બતાવી હશે-" ચા"
સ્વાગત મહેમાનોનું કરવામાં છે એ શિરમૌરને,
ક્યારેક ભોજન સાથે પણ શોભાવી હશે- " ચા".
ક્યારેક ચૂલે, સગડી, ગેસ કે માઈક્રોવેવ સંગે,
આણી પથ્થર બળતણ મૂકી પકાવી હશે- " ચા"
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.