તારો અવાજ ધરતી પર નો ખૂબ જ સુંદર અવાજ છે જે સાંભળતા હું થાકતો નથી બોરિંગ થતો નથી . સમય પણ વાતોમાં કઇ ભાગી જાય છે ખબર રહેતી નથી ..
તું મારી આ દુનિયાની મોન ની ભાષા છે જે કુદરત ની છે .. પ્રેમની છે.
હું તને મારી જાત થી વધુ પ્રેમ કરું છું જાત ને ભૂલીને તારા માં ખોવાઈ જાવ છુ તારા વિચારોમાં.. તારી દુનિયામાં... તારા સપનાઓ માં... જાણે તું મારી આસપાસ ફર્યા કરે છે . એવું લાગ્યા કરે છે .
હું તને ખૂબ પ્રેમ કરું છું મારા થી વધું. કોઈ પૂછે કેટલો પ્રેમ કરે છે તેને ?
તો કહું કે પુરી દુનિયાનો પ્રેમ એકઠો કરી ને તેમાં થકડો હજુ મિલાવો .. એટલો પ્રેમ હું કરું છું આપ ને જેની કલ્પના પણ મુશ્કિલ છે .....
તેને જો સમજાઈ જાય મારો પ્રેમ ને , ને તને લાગે એક દોસ્તને બઢતી આપવાની જરૂર છે તો તું પણ મને પ્રેમ કરી લે જે.. હું તારી રાહ જોતો હશું જીવીશ ત્યાં સુધી....
તને ને તારા પ્રેમને સમજવાનો પ્રયત્ન કરીશ .... તારી અંદર ની લાગણી ને , તારી અખોના આંસુ ને ....
દુનિયા ખૂબ રંગીન છે તું ખોવાઈ જઈશ એમાં એટલી રંગીન છૅ પણ આ દુનિયા મને તારા વગર બેરંગીન લાગે છે તું સાથે હશે એટલા પળ રંગીન દુનિયા જોઈ શકીશ હું .. તમે વિચારવાનો સમય મળે મારા માટે તો મારી આ દુનિયા નો ખ્યાલ કરજે ... ને મને રંગીન દુનિયા મારી સાથે સમય કાઢી ને બતાવજે હું ત્યાં પણ તારી રાહ જોઈશ.......
બસ આજના દિવસ માટે આટલું હવે
તું મને કોલર પકડી ને હલાવીશે જેમ કોઈ આંબલી ના ઝાડ ને હલાવે ને પાકેલા કાતરા આમલીના પડે, એમ તું મને હલાવીશ તો તારી માટે ના મારા વિચારો પાકેલા હશે તે પડશે
તે પણ ખાટા મીઠા લાગશે .. દિલ ને તારું મન જીભ ની જેમ તે મીઠાશ માનશે... મારી PC જિંદગીમાં ના શબ્દો...