હૈયાની વાત હવે હું હૈયામાં નહીં રાખું
મળે જો સાથ તારો તો બધું કહી નાખું.
- અજ્ઞાત
----------------------------------------
સબંધ ફૂલ અને ઝાકળનો એવો થયો
માંડ ભેગા થયા ત્યાં તડકો થયો.
- અજ્ઞાત
--------------------------------------
રસ્તો કઠિન છે પણ મેં કયા હાર માની છે
કાલે ફરી ઉઠીને જીતવાની જીદ મેં ક્યાં છોડી છે.
- અજ્ઞાત
----------------------------------------
શબ્દો છે
હૈયે વાગે તો તિર છે,
ને હૈયે વસે તો હેત છે.
- અજ્ઞાત
----------------------------------------
મરવા માટે જીવું છું સાહેબ
બાકી જીવવા માટે તો હવે ક્યાં કંઈ રહયું છે.
- અજ્ઞાત
----------------------------------------