તુફાનમાં જ કસ્તી હંકારવાની ટેવ છે મારી
તુફાનમાં જ મસ્તીથી જીવવાની ટેવ છે મારી.
સાવ સરળ રસ્તામાં કીમત શું પથિક તણી?
મૂઠી ઊંચું લક્ષ્યને સદા ધારવાની ટેવ છે મારી.
તુફાનો ના ડરાવી શકે કદાપિ મને રાહમધ્યે,
ઝઝૂમીને સતત કિનારે જવાની ટેવ છે મારી.
.હું જ મુસાફરને હું જ નાખુદા હંકારતો નાવ,
અડગ રાખી મનને લંગારવાની ટેવ છે મારી.
હર હલેસે હોય હરિવર હમસફર બની જાતો,
સલામત રાખી નૌકા કોઈ ખારવાની ટેવ છે મારી.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.