Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન મૂકીને હસી લઈએ જિંદગી એક અવસર છે.
એકમેકમાં વસી લઈએ જિંદગી એક અવસર છે.

દુઃખના તો પર્વતો હોય છે આવતા વારેઘડીએ ને,
એમાં ખુશી શોધી લઈએ જિંદગી એક અવસર છે.

વલોપાત કરીને જીવવું એ જિંદગી નથી ગણાનારી,
ગમને સાવ વિદારી દઈએ જિંદગી એક અવસર છે.

નહિ મળે એક પણ વ્યક્તિ દુઃખ ન હોય જીવનમાં,
દુઃખમાં સુખ વિચારી લઈએ જિંદગી એક અવસર છે.

કોઈ ના મિટાવી શકે આપણા નિજાનંદને છલકતો,
પરિસ્થિતિ સંભાળી લઈએ જિંદગી એક અવસર છે.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111305833
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now