તું જાણે છે મારી ખુશી શેમાં છે ?
હું કલાકો સુધી તારી રાહ જોતો હોઉં અને તારો એક મેસેજ આવે, ત્યારે મારા ચહેરાની ખુશી સાથે તારી રાહ જોવાનું પરિણામ મને મળ્યું હોય એમ લાગે...!!!
જ્યારે હું તને જોવા માટે કેટલાય દિવસથી તડપતો હોઉં અને અચાનક તું મને તારો એક ફોટો મોકલી આપે ત્યારે આટલા દિવસની તડપ પણ મારા ચહેરા ઉપર આવેલી અઢળક ખુશીમાં બદલાઈ જાય છે...!!!
હું પણ ઘણીવાર એકલતા અનુભવું છું, દુનિયાની તમામ ખુશી મારા માટે સાવ પોકળ લાગે, આવા સમયે પણ જ્યારે તું "ઓય સુન..." કહીને એક મેસેજ કરી દે છે ત્યારે જાણે દુનિયાની બધી જ ખુશીઓ મારા હૃદયમાં વસી ગઈ હોય એમ લાગે...!!!
વ્યસ્ત હોઉં છું હું પણ ઘણીવાર, ઘણા કામમાં, ક્યારેક અત્યંત કામના કારણે કંટાળી પણ જાઉં છું.. અને આવા સમયે તારો એક ફોન આવી જાય છે ત્યારે એ કંટાળો.. એ ચિંતાઓ.. એ કામનું પ્રેશર જાણે ક્યાંય છુમંતર થઈ જાય છે અને ચહેરા ઉપર આવી જાય છે બસ અસંખ્ય ખુશીઓના ભાવ...!!!
તું અભિવ્યક્ત નથી કરતી ક્યારેય તારો પ્રેમ મારા તરફનો, ના ક્યારેય પ્રેમની કોઈ વાત શૅર કરે છે મારી સાથે, મને પણ ઈચ્છા હોય કે તું વ્હાલ ભરેલા શબ્દો મને કહે, મારી તરફના પ્રેમને પણ મારી આગળ જાહેર કરે, એવું તો કંઈ બનતું નથી, પરંતુ જ્યારે તું તારા શબ્દોમાં મને અને મારા પ્રેમને વણી લે છે ત્યારે હું મારી જાતને ખૂબ જ ધનવાન સમજુ છું, જાણે મને દુનિયાની તમામ ખુશીઓ મળી ગઈ હોય એમ લાગે...!!!
#કેપ્ટન @શ્યામ