અકળાવતા ગમને દરિયામાં નાખો.
આજથી હરપળે હસવાનું રાખો.
એ ભેટ રહી કુદરતની અણમોલ,
પછી મિષ્ટફળ એનાં તમે ચાખો.
રડનારનું નસીબ પણ રહેતું રડતું ,
હસીને ભાવિ ઉજ્જવળ ભાખો.
અંતરનો આનંદ ના છીનવે કોઈ,
ખૂણેખાંચરેથી એને શોધી કાઢો.
હરિનેય પસંદ પ્રસન્ન ચહેરાઓ,
સ્મિત પ્રસારતી સદા રાખો આંખો.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.