. *અફસોસ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
વર્તમાનને સુધારીને ચાલતો થઈ જા,
ભવિષ્યમાં એનો અફસોસ રહી જશે.
જાણીલે પોતાનાની લાગણીને આજ,
કાલ સવારે બહુ મોડું થઈ જશે.
નીંદરથી નહિ,પરંતુ ખોટે માર્ગથી જાગીજા,
નહિતર જિંદગીનો મોટો અફસોસ રહી જશે.
વેર લેવાનું મૂકીને આગળ જો,રસ્તો સાફ લાગશે,
પોતાનાને જાણીને જો,ખુદ પરનો અફસોસ જાગશે.
ભૂલીજા ભૂલ એમની છે કે પછી ભૂલ તારી છે,
મૃત્યુ પછી નહિતર, અબોલનો અફસોસ રહી જશે.
વર્તમાનની મોજથી,ભવિષ્યને તકલીફ થશે,
જીવન તારું ભલે,પણ અફસોસ બીજાને રહી જશે.
વર્તમાનને સુધારીને ચાલતો થઈ જા,
ભવિષ્યમાં એનો અફસોસ રહી જશે.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
*_TRUST ON GOD_*