હું ઘોંઘાટ ભર્યું બજાર
તું શાંતી ભરી સડક વ્હાલી
હું લાગણી નું નાનું ઝરણું
તું પ્રેમ નો દરિયો વ્હાલી
હું ગુંચવણભર્યો કોયડો
તું મારા સવાલ નો ઉત્તર વ્હાલી
હું ઘેંઘુર ગઢમઢ અષાઢ
તું સરવરતો શ્રાવણ વ્હાલી
હું પત્ર એકદમ કોરો ધાકોર
તું એમા ચિતરેલું મારું જીવન વ્હાલી
હું તારો અનહદ ઉતાવળો હિત
તું મારા શુકુન ની સીમા વ્હાલી