ગગન પણ ધરાને ક્યારે મળ્યું હશે - કોને ખબર?
એને પણ કામ ભૂમિતણું પડ્યું હશે- કોને ખબર ?
જ્યાં નીરખી હશે અવનીને ચોમાસે ષોડષી,
રખેને એણે પછી શાનભાન ખોયું હશે - કોને ખબર?
થઈ હશે ઝંખના આભને કદી પામવાને ધરતી,
અવલોકી જોબનવંતી મન મોહ્યું હશે- કોને ખબર?
ઉર પણ એનું ધબકી ઊઠ્યુંને વસમો વિયોગ,
ધરિત્રી મળવા એ રાતભર રોયું હશે- કોને ખબર?
થઈ સમર્પિતને આખરે ક્ષિતિજે એ જઈ બેઠું!
વ્યોમે વસુંધરામાં તે દિ' શું જોયું હશે - કોને ખબર?
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.