આભાર
ઓ અહુરા માનું છું હું, તારો તહેદિલ થી ઉપકાર
ઓ દયાળુ બાપ મારા , તારો ખૂબ ખૂબ આભાર.
તારી કૃપા માં , દયા માં, જો થાત થોડી બી વાર;
તો બદલાઈ જતે સંજોગ; ઓપરેશનના જ હતાં આસાર.
આં દુઃખ ઓછું કરવા, માનું છું તારો ખૂબ ખૂબ આભાર.
ગેબી તારી મદદ માટે માનું તારો ખરાં દિલ થી ઉપકાર.
વિનંતી મારી સાંભળી તેં, અને રચ્યો મોજેજો ફરી એક વાર
આભાર માનવા શબ્દ નથી, વાક્યો લેતા નથી આકાર
બસ કબૂલ કરજે મારા તેહ દિલ થી માનેલો આં આભાર.
Armin Dutia Motashaw