આવ્યો શિયાળો ગુપચુપ
આવ્યો શિયાળો ગુપચુપ
ક્યાંક સંતાઈ ને બેઠા તા
સ્વેટર ને મોજા બોલ્યા
હાશ..હવે આવ્યો વારો અમારો
એટલા માં કબાટ માની રજાઈ બોલી
હું પણ છું લાઈન માં
કચરિયા ને મેથી ના પાક
સાથે છે બદામ ને કાજુ ની મુલાકાત
બિચારી સ્ત્રીઓ ને કામ પતે નહિ ને
રાત કે હું તો આ આવી.
નાના ભૂલકાં રંગબેરંગી સ્વેટર માં લાગે
કેટલા વહાલા.
ક્યાંક દાદી દાદા ઓઢી સાલ તડકો ખાતા
આવે મંદીરે નજર.
અને એમાંય પાછા લગન નાં ઢોલ
સંભળાય ચારેકોર..
આવ્યો શિયાળો..આવ્યો શિયાળો..