પૂછે છે જમાનો અહીં ફક્ત થાપણ વિશે;
કહેવાય છે ચોર ખુદા ખુદ માખણ વિશે,
ભૂંસાઈ રહી છે તસ્વીર કેમ કોઈની?
આંસુનો પ્રશ્નન છે આંખની પાંપણ વિશે,
ઉપડી ગઈ કલમ ને તૂટી ગઈ શબ્દ રચના;
અક્ષરને ખબર છે કોઈના સ્મરણ વિશે,
એવા જ ફૂલો મૃગજળમાં ખીલી જાય છે;
નથી હોતી કંઈ કલ્પના જેને રણ વિશે,
વીતી ગઈ છે ખૂબસૂરત રાત અહીં ને;
કહી રહ્યુ છે ગગન કંઈક દર્પણ વિશે,
છેડુ હું વાત ને તમે બસ સાંભળ્યા કરો;
થઈ જાય એવુ જો કંઈ સગપણ વિશે,
"શાયદ" ક્યાં હશે આ કદમ મરણની બાદ;
નથી કોઈ અટકળ હજી એ ખાપણ વિશે.