બધું સારું થઇ જશે
ના કર વિચાર યાર બધું સારું થઈ જશે,
હું છું ને તારી સાથ બધું સારું થઈ જશે.
તું એકલો ને સામે ભલે હોય સો જણા,
હિંમત જરા બતાવ બધું સારું થઈ જશે.
છે લાગણી છતાંય ખૂટે છે હજી કઈ,
જો થઈ જશેને પ્યાર બધું સારું થઈ જશે.
એને ભલેને પ્રેમ નથી પણ તને તો છે,
તું પ્રેમ બસ નિભાવ બધું સારું થઈ જશે.
તારીય હું દુઆ કરું છું રોજ પણ,
જો એ કબૂલ થાય બધું સારું થઈ જશે.
.