Gujarati Quote in Religious by Bharatsinh R Sisodiya

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

☀ 📙 🚩
ભગવદ્ ગીતા જયંતી
Date: 8/12/2019

માગશર સુદ અગિયારસ એટલે “શ્રીમદ્ ભગવદ્ ગીતા” ના પૂજન નો દિવસ. શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશ્વનો સવઁ શ્રેષ્ઠ પવિત્ર ગ્રંથ છે. ગીતાને સ્મૃતિગ્રંથ માનવામાં આવે છે..

વિશ્વ ધર્મ પુસ્તક

વિશ્વનું એક માત્ર બોધ ગ્રંથ જેનો જન્મ દિવસ ઉજવાય છે.

● સમગ ભારત દેશ તથા વિશ્વના દેશોમાં માગશર સુદ એકાદશી તીથી અનુસાર ગીતાજયંતીપવઁ ઉજવવામાં આવે છે.

- આજ થી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા માગશર સુદ એકાદશી ના દીવસે ( આજના દીવસે ) કુરુશ્રેત્ર ની રણભુમી માં યોગેશ્વર શ્રીક્રુષ્ણનાં મુખારવિંદમાંથી ગીતાનું જ્ઞાન પ્રવાહિત થયુ હતું. અને ભારતને ગીતાનો અમુલ્ય ગ્રંથ પ્રાપ્ત થયો હતો.જે દરેક યુગમાં માનવ સમાજ માટે પથપદર્શક છે..તેથી કુરુશ્રેત્રમાં જે દીવસે યોગેશ્વર દ્વારા દીવ્ય વાણી રુપે આ માર્ગદર્શક શબ્દોનો જન્મ થયો તે દીવસને ગીતા જયંતી તરીકે મનાવવામાં આવે છે..

● ભગવદ્ ગીતા શ્રદ્ધા, ધમઁ ,સંસ્કાર, જ્ઞાન નો આધાર સ્તંભ છે.. શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે દિવ્ય વિચારોનો સ્ત્રોત.

● સમગૃ વિશ્વ ને સત્ય, સંસ્કૃતિ , ની ભેટ આ ધમઁ ગ્રંથ દ્વારા જ આપવામા આવેલ છે.માનવસમાજ ની નૈતીક તથા આધ્યાત્મીક ઉન્નતિ માટે ભગવદ્ ગીતા નુ વાંચન ખુબ જ જરૂરી છે..

● યુદ્ધસવ ઉપદેશ
જીંદગી ની વિકાર અને સારી પરિસ્થિતિ માં કઈ રીતે
જીવવું એ શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતાના પઠનથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળે છે...

● ભગવદ ગીતા માત્ર ભારત માટે જ નંહિં પરંતુ વિશ્વ માટે એવો અમુલ્ય દિવ્ય શંદેશ છે.ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે. આમ ભગવદ ગીતા એ દુનિયાનો એક માત્ર ગ્રંથ છે જેની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. આજે દુનિયાની ઘણી યુનિવર્સીટી માં ભગવદ ગીતા એ એક મેનેજમેન્ટ ગ્રંથ તરીકે ભણાવવામાં આવે છે..અને પ્રોફેસરો તેના પર ph.d કરી રહ્યા છે...

गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः
या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिःसृता।।

ગીતાજયંતીનો એક જ સંદેશ છે કે આ ગીતાજ્ઞાન દ્વારા જીવન ધન્ય બનાવો. ગીતાજ્ઞાન દ્વારા સત્યની અનુભૂતિ થશે જ. સત્ય એટલે પરમેશ્વર... સ્વયં પદ્મનાભ ભગવાનના મુખકમળમાંથી નીકળેલી છે.ભગવદ્ ગીતા ભગવાનનું હૃદય છે..

ગીતાનો અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ગ્રીક તથા લેટિનમાં અનુવાદ થયો છે. ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પણ વ્યવહાર જગતમાં એક માનવને પડતી મુશ્કેલીઓનું સમાધાન દર્શાવતો વ્યવહાર ગ્રંથ છે.

वसुदॆव सुतं दॆवं कंस चाणूर मर्दनम् ।
दॆवकी परमानन्दं कृष्णं वन्दॆ जगद्गुरुम्॥

જય શ્રી કૃષ્ણ
ગીતા જયંતી પવઁ ની શુભકામના ..

Gujarati Religious by Bharatsinh R Sisodiya : 111303054
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now