સુપ્રભાત🙏🌹
જીવવું એ મહત્વનું નથી
જીવી જાણવું
સ્વીકારી જાણવું
એ મહત્વનું જરૂર છે
🌺🌺🌺
અધિકાર માંગતા
અધિકાર આપવો
એ તો કુદરતી છે
અધિકાર ને બદલે
અંહકારી બની જવું
અમાનવિય જરૂર છે
🌺🌺🌺
ધીરજની પરીક્ષા ન હોય
પરીક્ષા આપતા આપતા
મર્યાદા તૂટે ત્યારે તો
ધીરજ પણ બાંધ છોડે
🌺🌺🌺
વિશ્વાસ કરતા શંકા
ને શંકા કરતા કુશંકા
દ્રષ્ટિ ને સાંકડી બનાવી દે
ત્યારે વિશ્વ ફક્ત જ
એ દ્રષ્ટિ એ જ દેખાય છે
🌺🌺🌺
કોઈ આંખ ખોલે તો
એ નજરથી પણ જોજો
ક્યારેક પ્રેમની ચાહત
આંધળા પણું બક્ષે છે
તે ક્ષણનો પસ્તાવો...!
ઠોકર જેવો હોય છે.
🌺🌺🌺
જયશ્રી પટેલ
૭/૧૨/૧૯