બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે છેલ્લા ત્રણ દિવસથી બેરોજગાર ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન પર ઉતર્યા છે. આજે(શુક્રવાર) ત્રીજા દિવસે સાબરકાંઠાના સુરેશ રાઠોડ નામના ઉમેદવારની ધીરજ ખૂટી ગઈ હતી. ધરણાં દરમિયાન સુરેશ રાઠોડ આપવીતી કહીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આ યુવાને રડતા રડતા કહ્યું કે, પપ્પા નથી અને ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી છે, ત્રણ દિવસથી મમ્મીને ઘરે એકલા મુકીને આવ્યો છું,