સંસ્કાર આવતા પણ પેઢીયુ લાગે ,
અને જાતાં પણ પેઢીયુ લાગે.
ઉતરે ન અનામત ચિત્ત મહાવત ,
જો ગજ શિશ ચડો ઈ ચડો.
બદલાય ન બુટ બિલોરી તણો ,
જેને જન્મ થતાં જ જડો ઈ જડો.
મરડાય નહીં મિટકા ઘટકો ,
કુંભકાર જ ઘાટ ઘડો ઈ ઘડો.
દિલ સોત જુવો દલપત કહે ,
જેને જાતિ સ્વભાવ પડો ઈ પડો.