ગાંધીનગર મેટ્રો દૈનિકની તોરણ પૂર્તિ માં મારી કવિતાને સ્થાન ?????
દેશના જવાન મારા દેશના જવાન
દેશના જવાન મારા દેશના જવાન
જુઓ કેવા છે મારા દેશના જવાન
ના જુએ દિવસ કે ના જુએ અે કોઈ રાત
હોય સખા સાથ ને કરે 'મા' ભોમની વાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન
ખબર નથી એને ક્યારે આવવાની છે ઘાત
સદા હોય તૈયાર એ દુશ્મનને મારવા લાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન
એ રહે છે સરહદે છોડી પોતાના પિતાને માત
કર્મ કરે છે દેશ કાજ ભૂલી સઘળી નાત જાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન
અંધકાર કરે દુર પૂરે નવા અજવાળાની ભાત
બલિદાન આપે દેહના નિશામાં પણ ન કરે વાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન
રહે ના એ રાત્રિએ સતર્ક તો ન થવાની થાત
જવાનોની અમર કહાની દુશ્મન કોઈ ન ગાત
એ છે દેશના જવાન મારા દેશના જવાન
તેજલ વઘાસિયા "તેજુ" (ઉમરાળી જૂનાગઢ)
જય ભારત જય હિન્દ જય જવાન
જય શ્રી કૃષ્ણ