Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમને એમ નથી લાગતું સરકાર તમારી સાથે મજાક કરી રહી છે ? કે પછી નિયમો કાયદા બનાવાની પ્રયોગ શાળાની જેમ તમારો ઉપયોગ કરી રહી છે.

હાલની જ બે ઘટનાઓ ને ધ્યાનમાં લઈએ હેલ્મેટ મરજીયાત અને બિન સચિવાલય.

પહેલાં ટ્રાફિકના નિયમો જાહેર કર્યા પછી એના માટે સમય આપ્યો, એ પછી પણ સમય મર્યાદા વધારી, અને પછી આખરે
હેલ્મેટ મરજીયાત કર્યુ. એ પહેલાં બહાનુ હતું સરકારને લોકોના જીવની ચિંતા છે એટલે ફરજીયાત હતું તો હવે રદ કરીને ચિંતા દુર થઈ ગઈ ? નિયમ લાવીને દંડના સ્વરુપે અઢળક રુપિયાની ઉઘરાણી કરી, લોકોને હેલ્મેટ લેવા મજબૂર કર્યા,હેલ્મેટ માટે લાઈનો લગાડી અને આખરે નિર્ણય બદલી નાખ્યો, સાવ આવું તે કેવુ ? શું કોઈ પણ નિર્ણય લાગુ કરતાં પહેલાં એના પર ચર્ચા વિચારણા થતી નથી. શું ઊંઘમાંથી ઝબકીને અચાનક નિયમો લગાવી દેવામાં આવે છે ? ખરેખર હવે તો મજાક કરતાં હોય એવું લાગે છે.

સરકારી પરીક્ષામાં ગયા વર્ષે આજ સમયે લોક રક્ષકદળનું પેપર ફુટ્યુ હતુ, એ પછી સરકારના મંત્રીઓએ કહ્યુ હતુ આવુ નહી થાય હવે તોય પાછું એનૂં એજ, તો શું આને સરકારની નિષ્ફળતા કેમ ન કહેવાય, પરીક્ષા માટે અણઘડ નિયમો લાવે અને બે દિવસમાં રદ કરે, શું આજ સુશાસન કહેવાય ? લાગુ કરતાં પહેલાં વિચાર કરતાં હશે કે કેમ ?
એજ રીતે નોટબંધી, GST જેવી યોજનાઓમાં પણ લોકોને હેરાન કર્યા જ છે. એમના માટે નવુ નથી પણ લોકો કેમ સમજતાં નથી ?

તોય પાછી સંવેદનશીલ સરકાર......?

© નેલ્સન

Gujarati News by બાબા સત્સંગી : 111300425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now