નારી તું નારાયણીનુ બિરૂદ મળ્યું આપણા દેશની નારીઓને,
તો શા માટે થાય છે દુષ્કર્મ?
સરકાર ચૂપ કેમ છે?
શા માટે સરકાર ટાળે છે આપણા સવાલોને?
શું આ છે આપણો વિકાસ?
આ છે આપણું પ્રગતિશીલ ગુજરાત,આ છે આપણું પ્રગતિશીલ ભારત?
છે એ લક્ષ્મી તો શા માટે થાય છે એની સાથે આવું વર્તન?
હવે વખત આવી ગયો છે એનો નવચંડીનો રૂપ લેવાનો,
આખરે એ ક્યાં સુધી ઝઝૂમતી રહેશે આ બધાથી?
આંખોમાં એની તલવાર જેવી ધાર,
હાથમાં એના કટાર જેવી શક્તિ,
પગમાં એના મહિષાસુરને મારી શકે એવું જોમ,
લે ચાલ મહાકાળીનું રૂપ અને જીત તારી આ લડાઇ!