દુનિયા દુઃખમાં ઠેકડી ઉડડતા પૂછે છે કેવું છે?
હું પણ તરડાયેલા સાદે બોલ્યો મજામાં એવું છે.
કરે પરિક્ષા પ્રભુ મારા ધીરજની હરરોજ,
આ વખતની શ્રદ્ધાથી એ પણ ગેગે ફેફે થાય એવું છે.
લોકો મજાક ઉડાવે ફકીરની અર્ધનગ્ન હાલત જોઈને,
એના નિજાનંદથી અજાણ એ પોતે બને ડફોળ એવું છે.
મહેનત છતાં બેકાર લાચાર બની છે જિંદગી,
તેને લીધે ઘરનું વાતાવરણ પણ હવે ધુમ્મસ જેવું છે.
ક્યાં કહું છું કે છે ચહેરો તારો ચાંદ સમો,
એ તો બસ ફૂલ પરના ઝાકળના નાના બિંદુ જેવું છે.
હવે કંઇક લાગવગ ચલાવ પ્રભુ મારી માટે,
આ દુનિયામાં હવે ફક્ત તારું ધાર્યું થાય એવું છે.
- નિશાન