તુ દોડતી જાય છે ને
મારાથી ચલાતું પણ નથી
ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે.
ઘણા બધા સપનાઓ
છે મારી આંખોમાં
થોડાક તેં બતાવેલા
થોડાક મેં સંઘરેલાં
કેટલાક સબંધો છે
મારી સાથે જોડાયેલા
ઘણા ઈશ્વરે આપેલા
ને થોડા મેં બનાવેલા
જોજે એ બધા
મારાથી છૂટી ન જાય
ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે
કઈ કેટલીય લાગણીઓ
છે આ હૃદયમાં
ઘણી બધી ગમતી
ને થોડીઘણી અણગમતી
કઈ કેટલીય જવાબદારીઓ
છે આ જીવન માં
થોડીક જબરદસ્તીથી સૌપેલી
થોડીક મેં સ્વીકારેલી
એ બધાનો ભાર ઉંચકીને
લાંબુ ચાલી શકું
એ માટે ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે
કઘણાયનુ હૃદયમાં
સ્થાન બનાવવું છે
ને ઘણાયનું હૃદયમાં
સ્થાન ટકાવવું છે
જવાબદારીઓ સાથે પોતાના
સપના પુરા કરી શકું
કે તું ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે
કોઈને કડવાશથી યાદ કરું
એવા વ્યવહાર ટાળ્યા છે
લોકોના હૃદયમાં હંમેશા રહું
એવા પ્રયત્ન કર્યા છે
ભૂલથી પણ કોઈના
હૃદયને ઠેસ ન પહોંચે
એવી પ્રભુ પાસે
પ્રાર્થના કરી છે
એવી મારી પ્રાર્થનાને
વાસ્તવિકતામાં જોવી છે
તો ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે
રેતની જેમ સમય
મુઠ્ઠી માંથી સરકે છે
આજે સાથે ચાલીએ છીએ
કાલ ની કોને ખબર છે
ખુબ પ્રેમ કરુ છું
તને ઓ જિંદગી
જરા તું ધીમે ચાલ
મારાથી હાંફી જવાય છે