જ્યાં કોઈ રેપનો કિસ્સો સંભળાય છે ઉરને ઠેસ પહોંચે છે.
જ્યારે નારીની સલામતી જોખમાય છે ઉરને ઠેસ પહોંચે છે.
આ એ દેશ છે જ્યાં પથ્થર પણ પૂજાય છે ઘેરઘેર ઠેરઠેર,
જ્યારે જીવતા જીવોને સતાવાય છે ઉરને ઠેસ પહોંચે છે.
સેવા કરવાની વાત કરીને મેળવે જે ખુરશી સત્તાતણી વળી,
જ્યારે એનાં કૌભાંડ બહાર ડોકાય છે ઉરને ઠેસ પહોંચે છે.
નાના માણસના કામ કરવા ટેબલ પર વજન મૂકાવાય છેને?
જ્યારે ભ્રષ્ટાચારનો એરુ ડંખી જાય છે ઉરને ઠેસ પહોંચે છે.
જન્મ આપી ઉછેરીને જેણે મોટા કર્યા સંતાનો વાત્સલ્યથી,
જ્યારે એને વૃદ્ધાશ્રમની વાટ ચીંધાય છે ઉરને ઠેસ પહોંચે છે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.