શ્વાસ માંથી આ મહેક લઇ જા!
મારી પાસે થી આજે કૈંક લઇ જા.........................!
જો કેવું ધબકે છે ....નાદાન ..,
આ દુખતું હ્રિદય ઘડીક લઇ જા !
મારી પાસે થી આજે કૈંક લઇ જા........................!
છલકાઈ જશે આ પ્રીત નાહક ..,
લે , મારી પાસે થી થોડીક લઇ જા !
મારી પાસે થી આજે કૈંક લઇ જા..........................!
આ વર્ષો , જુદાઈ ના મારી પાસે રેહવા દે
તું મિલન ની બધી તારીખ લઇ જા ..!
મારી પાસે થી આજે કૈંક લઇ જા..........................!
બહુ કરી જોઈ કોશિશો , ભૂલવા ની ..
આ , ભૂલી જવાની તારી સીખ લઇ જા !
મારી પાસે થી આજે કૈંક લઇ જા...........................!
મારે તો મારું બધુંય તને દેવું હતું ..
ખૈર..... તને લાગે જે ઠીક , લઇ જા ....!
મારી પાસે થી આજે કૈંક લઇ જા...........................!
મારા માલિક મને મલાવ મુજ થી ..!
એક વાર "મિતેશ" ને એની નજદીક લઇ જા ....
મારી પાસે થી આજે કૈંક લઇ જા.............................!!!