Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાદગીની સામ્રાજ્ઞી સુધા મૂર્તિ

પધશ્રી સુધા મૂર્તિ કોણ ન જાણે એમને? કાલે કોન બનેગા કરોડપતિમાં એક યુનિક કોમ્બિનેશનની લેડી સુધા મૂર્તિને જોઈ એક હોંશિયાર વ્યક્તિત્વ એક દયાળુ વ્યક્તિત્વ પણ ૬૯ વર્ષની બાળા અમિતાભની સામે હોય એવું લાગ્યું. ઇન્ફોસિસનો પાયો કરોડોનું ટર્નઓવર ધરાવનાર કંપની અને એથી પણ વિશેષ તો કેટલી ઉપલબ્ધિ આ વ્યક્તિત્વનો ભાગ છે.

એકેડેમીક જોવો તો એમટેક કરનાર ૬૦૦ છોકરામાં એક માત્ર છોકરી અને એ પણ ટોપર. જ્યારે કેટલી અગવડતા વચ્ચે પણ તેણે ડિગ્રી લીધી અને તે પણ ટોપ કરીને. ટાટાની સૌ પ્રથમ એન્જિનયર લેડી એમણે કાલે વાત કરી ત્યારે મને મારું જર્નાલિઝમ યાદ આવ્યું. બંને વાતમાં વીસ વર્ષ ઉપરનો ફરક હશે પણ પરિસ્થતિ એ જ હતી એમને જોયેલ ટાટાની જાહેરાતમાં સ્ત્રીઓ એ એપ્લાય ન કરવું વાંચી ને પોસ્ટકાર્ડ લખ્યું અને પછી પરિક્ષા આપી ને સૌ પ્રથમ મહિલા તરીકે નોકરીમાં જોડાયા જ્યારે અમારી ઇન્ટરનશીપ વખતે ગુજરાત સમાચાર, સંદેશ , ફૂલછાબ અને અકિલા એ તો યુનિવર્સિટી માં જ મનાઈ કરેલ કે છોકરીયું ને ઇન્ટર્ન તરીકે નહી લે... પણ ત્યારે અમારો વિરોધ નબળો પડયો હતો. જો કે સ્ત્રી પુરુષ વચ્ચે ભેદ તો આપણી આ સામાજિક વ્યવસ્થામાં છે જ પણ કેટલાંક મારી જેમ હારી જાય છે અને કેટલાં સુધા મૂર્તિ ની જેમ તરી જાય છે. નબળાઈ સહન કરવામાં છે એ આ બાબતે સાબિત થાય છે. ખરેખર ત્યારે એમને પણ તકલીફ પડી જ હશે પણ તકલીફ થી ડરી ને નહી તકલીફ સામે લડી ને જ તો સુધા મૂર્તિ બની શકાય છે.

બીજી વાત કરી બોબક્ટની જે તે સમયે તેમણે કરાવેલ જેમાં એમને તકલીફ થયેલ પણ એ માનસિકતા હજી આપણા સમાજમાં છે જો છોકરી બોબકટ કરાવે તો તેની જાતીયતા પર જ પ્રશ્ન થાય છે. લોકો વિચિત્ર દ્રષ્ટિ થી જોવે છે. એને લેસ્બિયન સાબિત કરવા લાગી પડે છે. બહુ દુઃખ ની વાત છે કે કદાચ આવા ડર થી અનુકૂળતા માટે પણ ઘણી જ સ્ત્રીઓ બોયકટ કરાવતાં ડરે છે. સુધાજી એ એ પણ બહુ જ સરસ રીતે કહ્યું કે જે વસ્તુ લોજીકલી અને એથીકલી રાઇટ છે જેનાં થી કોઈ નું નુકસાન નથી તે વસ્તુ કરવામાં ડર શેનો?

સાદગી કોને કહેવાય એ કાલનો આખરી એપિસોડ જોઈ ને સમજાયું. અઘરું છે સાદગી માં રહેવું આપણને તો થોડા રૂપિયા હોદો કે નામના મળી જાય એટલે છાતી પહોળી કરી ને ચાલવા લાગીએ છીએ , લોકો ને દેખાડવા આપણે દરેક ખર્ચ પણ કરીએ છીએ . જ્યારે સુધા જી જે કરોડો પતિ માં આવે તેની સાદગી તો સાદગી ની વ્યાખ્યા ને ચાર ચાંદ લગાડે એવી હતી. એમણે પોતે જ કહ્યું કે તે લો મેંટેન્સ વાઇફ છે. પણ એટલે એમને કોઈ શોખ નથી કે નીરસ છે એવું પણ નથી તેમને મૂવી જોવા ગમે છે અને બુક વાંચવી ગમે છે. બોલીવુડ ના નામે એમની આંખમાં આવતી ઉજાસ એમનાં બોલીવુડ પ્રત્યેના પ્રેમની સાબિતી છે. દરેક વસ્તુ ને બહુ જ સિદ્દત થી કરી છે ભણવામાં , નોકરી અને વરને સપોર્ટ અને હવે એ ઇન્ફોસિસ ફાઉન્ડેશન ના નામે સામાજિક કાર્યો પણ. એક પ્રેરણા સભર વ્યક્તિત્વ પણ પોતાનામાં રહેલ બાળકને બહાર લાવવા જરાય ખચકાટ નહી. ખુલી ને હસવું તાલી પાડવી ખરેખર સાદગી ની મુરત કહેવા કરતાં સાદગી ની રાણી કહીશ...લોકો શું વિચારશે તેનો વિચાર ન કરે તે જ તો સુધા મૂર્તિ બની શકે...

{#માતંગી }

Gujarati Blog by Matangi Mankad Oza : 111298101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now