Gujarati Quote in Thought by Kunjdas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ નરાધમ...
એ નીચ...
એ બળાત્કારી,
તું શું માને છે, બળાત્કાર કરીને તેં તારી જાતને પુરુષ સાબિત કરી છે? ના, તે તારી જાતને નામર્દ સાબિત કરી છે. તેં માત્ર મારા શરીર પર જ નહીં, મારા મન, મારા આત્મા અને સમગ્ર સ્ત્રી જાતિના અસ્તિત્વ પર બળાત્કાર કર્યો છે.તેં તારી મા ની કુખ પર બળાત્કાર કર્યો છે. તે એક બહેનની રાખડીમાં બંધાયેલ ભરોસા પર બળાત્કાર કર્યો છે. જેમને જીવતદાન આપવામાં ક્યાંક મારો પણ હિસ્સો હોત એવા મારા દર્દીઓની આશા પર બળાત્કાર કર્યો છે.
જે માતાએ તને નવ નવ માસ પોતાના ઉદરમાં રક્ષણ આપ્યું એ માતાના વ્હાલ પર તે બળાત્કાર કર્યો? જે હાથ પર રાખડી બાંધી રક્ષા માટે ઉઠાવવાનું વચન માગેલું એ હાથ તે આબરૂ લૂંટવા ઉઠાવ્યો? તારી દ્રષ્ટિ તેજ અને સ્વચ્છ રહે એ માટે બાળપણમાં તને મેષ આંજી અને આજે મદદ માટે લંબાયેલા હાથ પર કુદ્રષ્ટિ કરીને એ જ મેશની કાલિક તે આંજનારનાં મોં પર લગાડી? અરે , બાયલા... જે છાતી પર એક સ્ત્રી માથું ટેકવીને એના તમામ દુઃખ-દર્દ ભૂલી જાય એ જ છાતી એક લાચાર બેબસ સ્ત્રીના નખ વડે નોચાઈ નોચાઈને લોહી લુહાણ થઈ છે અને તું તને પુરુષ માને છે?
હે કાયદા શાસ્ત્રીઓ...
હે કાયદા નિષ્ણાંતો...
હે કાયદાના રખેવાળો,
બેટી બચાઓ,બેટી પઢાઓનાં નારા બહુ ગજાવ્યા. મને મારા માતાપિતાએ બચાવી પણ અને પઢાવી પણ. શુ થયું? ક્યાં છે તમારી આવડત, તમારી સમજણ, તમારું ભણતર અને તમારો ન્યાય? સરકાર, કાયદો અને ન્યાયતંત્ર સામુહિક બળાત્કાર કરી રહ્યા છે પ્રજાની આશાઓ, અપેક્ષાઓ અને રખેવાળી પર. બળાત્કારી માત્ર કોઈ એકનો નહિ, સમગ્ર સંસારનો ગુનેગાર છે એને સજા પણ સરેઆમ હોય અને એ પણ જનતા આપે. એક સુધારો એ પણ કરો કે જાતિ પરીક્ષણ પરનો પ્રતિબંધ દૂર કરો, દીકરી હોય તો ગર્ભપાત કરાવવાનો કાયદો કરો, કરશો આવો કોઈ કાયદો? કે હજી આવા બનાવો તમારા ઘર સુધી પહોંચે પછી આંખ ખોલશો?


- નીતા સોજીત્રા

Gujarati Thought by Kunjdas : 111297856
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now