Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"બેફામ" તોયે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
-?
રડ્યા "બેફામ" સૌ મારા મરણ પરએ જ કારણથી
હતો મારો જ એ અવસર ને
મારી હાજરી નહોતી.
?આ બધાં "બેફામ" જે આજે રડે છે
મારાં મોત પર
એ બધાંએ જિંદગી આખી
રડાવ્યો છે મને
?
કદર શું માંગુ જીવનની
એ જગત પાસે
કે જ્યાંનાં લોકો સૌ કેવળ
મરેલાને વખાણે છે.
?
ફક્ત એથી મેં મારા શ્વાસ
અટકાવી દીધાં "બેફામ"
નથી જન્નતમાં જવું મારે
દુનિયાની હવા લઈને
?
છે અહીં "બેફામ" કેવળ
પ્રાણની ખુશ્બૂ બધી
પ્રાણ ઊડી જાય છે તો
દેહ પણ ગંધાય છે.
?
"બેફામ" મારા મૃત્યુ ઉપર
સૌ રડે ભલે
મારા જનમ ઉપર તો ફક્ત
હું જ રોઉં છું.
?
મર્યા પછી તો
કબર આપશે બધા "બેફામ"
મરી શકાય જ્યાં
એવો નિવાસ તો આપો.

?"બેફામ" બંધ આંખે તું કેમ જોઈ શકશે
બેઠાં છે મારનારાં પણ તારા ખરખરામાં
?
જીવ્યો છું ત્યાં સુધી
કાંટા જ વેઠ્યા છે સદા "બેફામ"
કબર પર ફુલ મૂકીને
ન કરજો મશ્કરી મારી.
?
ઓ હૃદય!
તેં પણ ભલા કેવો ફસાવ્યો મને
જે નથી મારાં બન્યાં
એનો બનાવ્યો છે મને.
?
ખુદા તારી કસોટીની પ્રથા
સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા
સારી નથી હોતી.
?
દુઃખ ને સુખ અંતમાં તાસીરમાં
સરખાં નીકળ્યા
સાર તકદીર ને તદબીરમાં
સરખાં નીકળ્યા
કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ
ઉભય નીર રૂપે
સ્વાદ પણ બેયના એ નીરમાં
સરખા નીકળ્યાં
?
સફળતા જિંદગીની હસ્તરેખામાં
નથી હોતી
ચણાયેલી ઈમારત એના નકશામાં
નથી હોતી
ગઝલમાં એ જ કારણથી
હું મૌલિક હોઉં છું "બેફામ"
પીડા મારાં દુઃખોની
કોઈ બીજામાં નથી હોતી
?
એક મારો અંશ મારાથી જે પર બની ગયો
પાપી જગતની દ્રષ્ટિએ ઈશ્વર બની ગયો
?
આ એક ગુનાહ ખુદાએ સ્વીકારવો પડશેbhuj bhi
કે જાન લેવા મને એણે મારવો પડશે
?મૂર્તિની સન્મુખ જઈને કેમ પ્રાર્‌થે છે બધાં
પીઠ પાછળ શું પ્રભુની પણ નજર રહેતી નથી
છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં
સંબંધ સૌ છૂટી ગયા "બેફામ"
હવા પણ કોઈએ ના આવવા દીધી
કફનમાંથી

Gujarati Blog by Kavita Gandhi : 111297688
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now