જિંદગીમાં સુખદુઃખ તો આવ્યા કરે યાર.!
આવું ઘણું બધું અહીં તો ચાલ્યા કરે યાર !
ક્યારેક થાય વિજય આપણોને ખુશાલી,
તો કદી નિષ્ફળતા આવી હંફાવ્યા કરે યાર!
બધાને કૈં બધું મળતું નથી આ દુનિયામાં,
ક્યાંક ખાલીપો સતત મૂંઝાવ્યા કરે યાર !
મહેનતને બુદ્ધિ બંને જરુરી છે જગતમાં,
તોય પ્રારબ્ધ પોત વળી પ્રગટાવ્યા કરે યાર !
શું હોય ઉપાધિ મારે યાર તણો છે સંગાથ ,
હારેલાંમાંય હિંમત પુનઃ સંચાર્યા કરે યાર !
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.