*એ જિંદગી* ૨૭-૧૧-૨૦૧૯
એ જિંદગી હું રમુ છું જેમ તું રમાઙે છે મને..
દુનિયા ના ખૂણે ખૂણે થી કારણ શોધી ખુશ રહેવાની કોશિશ કરું છું. પણ,
નથી કાઢતી વાંક હું તારો કે નથી કોસતી તને, બસ
કયારેક મારી જાતને તો કયારેક તને શોધવા નીકળી પડું છું એ જિંદગી.
ભાવનાઓ માં ભૂલી પડી હું જિંદગી માણવાનું ભૂલી ગઈ.
કંઈક ભૂલો મારી અને કંઈક જિંદગી તારી અઘરી પરીક્ષા. અને
આમ જ અટવાઈ આ જિંદગી..
ભાવના ભટ્ટ અમદાવાદ...