મારા જ એકાંતમાં હું એવો મસ્ત છું ને લોકો સમજે છે હું કેટલો વ્યસ્ત છું.
હું કોઈ ખાસ વ્યક્તિ નથી,
બસ એક સામાન્ય વિચાર ધરાવતો સામાન્ય માણસ છું.
મારા નામથી કોઈ ઈમારત નથી બની અને ટૂંક સમયમાં જ મારું નામ ભૂલી જવાશે.
પણ એક વાત તો છે કે મારી જિંદગીમાં હું કોઈથી આેછો કામયાબ તો નથી.
મેં જે પણ કામ કર્યું છે તે દિલથી કર્યું છે અને મારા માટે આનાથી વિશેષ વાત બીજી કોઈ નથી...!