મારી આંખો જુએ છે તારી આંખોને એ
એનો અધિકાર છે,
જરા અમથું ધ્યાન ના આપે એને તું
એ તારો અધિકાર છે.
ભરું ફિલ્ડિંગ તારી પાછળ
એ મારો અધિકાર છે,
ના પાડી પાણી ફેરવે તું
એ તારો અધિકાર છે.
તારી એક સ્માઈલ થી ઘણું બધુ સમજું હું,
પણ મને એ રીતે જરાય ન સમજે તું
એ તારો અધિકાર છે.
મારે તો રોજ જોઈએ વસંત જીવનમાં,
પણ એને માટે વર્ષા અને પાનખર લાવે પ્રભુ
એ એનો અધિકાર છે.
આશા વિનાતો ક્યાંથી થાય કામ કોઈ હિસાબે,
એ યાદ રાખવું કે ફળ પર તારો જ અધિકાર છે પ્રભુ
એ મારો અધિકાર છે.
બાળકોના ટ્રસ્ટી બનીને રહો માલિક બની નહિ,
થોડું એમની જીદ મુજબ એમને જીવવું
એ એનો અધિકાર છે.
- નિશાન