Gujarati Quote in Poem by Bhavna Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*માયાળું સ્મિત* કવિતા... ૨૧-૧૧-૨૦૧૯

એક અનોખું માયાળું સ્મિત સદાય હોય છે,
મારા આ દિલને એ સ્પર્શી ગયાની વાત છે.
એ સ્મિત જોઈને દિવસ મજાનો બની જાય છે,
એમના મધુર સ્મિતમાં દુઃખ વિસરી જવાય છે.
ભાવનાઓ ભરેલાં ઉર્મિ શબ્દો વહ્યાંની વાત છે,
મંગલમ સોસાયટી જુઓ સુગંધિત બની જાય છે.
એમના કોમળ પગલાંથી ધરતી પણ પાવન થાય છે.
કળાય છે લગભગ બધું જ હવે રંગ રંગ એ સ્મિત થી,
એમના સવારે સવારે શમણે આવ્યાની આ રૂડી વાત છે.
છેટી રહે છે લગભગ બધી જ બલાઓ એ સ્મિત થી,
કારણ કે એમના પાવન પગલે શુકન થયાની આ વાત છે.
બની ગઈ જીંદગી હવે લીલીછમ એ માયાળું સ્મિત થી,
એમના સંગે તરબતર ભીંજાઈ સુખી થયાની વાત છે.
એવા પ્રેમાળ મા ના સ્મિત થી સર્વ બલા દૂર થાય છે,
લોહીની નહીં પણ દિલની સગાઈ બંધાઈ જાય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Poem by Bhavna Bhatt : 111292559
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now