ઓય...
હા.. બોલ ને...
તારે કોઈ કામ નથી હોતું ? હું અઢી વર્ષથી જોવ છું કે મારો મેસેજ આવેને તું તરત રીપ્લાય કરી દે છે...
પાગલ, કામ તો કોને ના હોય ? પરંતુ એક તું જ એવી છે જેને હું મારું સર્વસ્વ સોંપી ચુક્યો છું, તારા માટે તો મારા જીવનની દરેક પળ છે, સાચું કહું તો હવે તું જ મારો શ્વાસ છે અને તું જ મારો વિશ્વાસ છે.!!!
આટલો બધો વિશ્વાસ ના કર.. ક્યાંક હું તારાથી દૂર ચાલી જઈશ તો તારું જીવવું મુશ્કેલ થઈ જશે..!!!
હું તને મારાથી દૂર જ નહીં જવા દઉં.. તું તો મારા શ્વાસમાં વસેલી છે અને કોઈ શ્વાસ લેવાનું ભૂલે ખરું ? જે દિવસે શ્વાસ લેવાનું ભૂલી જઈશ. સમજી લેજે તને ભૂલી ગયો...!!
તને ક્યારેય મારા પર ગુસ્સો કે શંકા નથી થતી ??
જે દિવસથી તને ઓળખતો થયો, એ દિવસથી જ તારા ઉપર હમેશા પ્રેમ આવ્યો છે અને જ્યાં અઢળક પ્રેમ હોય ત્યાં ગુસ્સાને સ્થાન જ ના હોય... રહી વાત શંકાની તો તું છે જ એવી કે કોઈને પણ તું ગમી જાય પણ તારા વ્યક્તિત્વથી હું પરિચિત છું, તારા અસ્તિત્વને હું બરાબર ઓળખું છું. ઉપરથી ભગવાન પણ આવીને તારા વિશે કઈ કહે તો પણ હું ના માનું...!!!!
પાગલ છે તું સાવ...!!
હા... બસ... તારા માટે જ...!!!!!
#કેપ્ટન @શ્યામ